“સંસ્થાના હેતુઓ અને ઉદ્દેશો” 





(1)

શૈક્ષણિક વિકાસ માટે વિદ્યાલય, આંગણવાડી, બાલમંદિર, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો, હોસ્ટેલ, લાઇબ્રેરી, લેબોરેટરી, સંશોધન કેન્દ્રો, સેમિનાર વગેરે સ્થાપી શિક્ષણનો વિકાસ કરવો અને લોકોને જાગૃત કરવું.


(2)

લોકોને આરોગ્ય સેવા આપવા માટે આયુર્વેદિક, હોમિયોપેથીક, નેચરોપેથીક વગેરે સારવાર આપવી, દવાખાના સ્થાપવા, રક્તદાન કેમ્પ, બ્લડ બેંક, ફિઝિયો થેરાપી કેન્દ્ર અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ શરૂ કરવી તથા જરૂરિયાતમંદ માટે એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવી.


(3)

મહિલાઓના વિકાસ માટે મહિલા છાત્રાલય, પુસ્તકાલય, ટેકનિકલ શિક્ષણ અને રોજગાર માટે તાલીમ વર્ગો શરૂ કરવું. તેમજ સિવણકામ, કઢાઈ, ચિત્રકલા, સંગીત, નાટ્ય, વ્યાયામ વગેરે કૌશલ્ય માટે તાલીમ આપવી અને મહિલાઓના સ્વસહાય જૂથો બનાવવામાં મદદ કરવી.


(4,5,6) 


સામાજિક સુધારણા માટે નશાબંધી, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા દૂર કરવી, સામાજિક જાગૃતિ માટે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કરવી.


(7)

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ, ગામ અને શહેરોમાં શૌચાલય નિર્માણ તથા સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ કરવી.


(8)

સર્વ શિક્ષા અભિયાન અને ગામની સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો આયોજિત કરવું.


(9)

કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ગ્રામ વિકાસ યોજનાઓ જેવી કે વોટર શેડ, ચેક ડેમ, સરદાર આવાસ યોજના, ઈન્દિરા આવાસ યોજના વગેરેમાં સહકાર આપવો.


(10)

માનવકલ્યાણ માટે ગામના લોકોને શિક્ષણ, આરોગ્ય અને ન્યાય માટે માર્ગદર્શન આપવું તથા જરૂરિયાતમંદ લોકોને સહાય કરવી.


(11)

ગામમાં ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્સવો, ભજન વગેરે માટે આયોજન અને સહાય કરવી.